હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ


SHARE









મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ

મોરબીમાં આવેલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીનીઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડે વિથ કમિશનર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ડે.કમિશ્નર કુલદીપસિંહ વાળા તેમજ સંજયભાઈ સોની, સીટી ઇજનેર હિતેશભાઈ આદ્રોજાએ  બાળાઓ સાથે વાર્તાલાપ કરીને પ્રશ્નોતરી કરી હતી અને બાળાઓ જવાબો આપ્યા હતા ત્યારબાદ મહાનગરપાલિકાના તમામ વિભાગો જેમકે ડ્રેનેજ વિભાગ, સ્વચ્છતા વિભાગ, ટેકસ, ટ્રાફિક, આવાસ,જન્મ-મરણ, નોંધણી,લાઈબ્રેરેરી,વોટર, મહેકમ,સિવિક વગેરે વિભાગના અધિકારીઓએ પોત પોતાના વિભાગની કામગીરી વિશેની જાણકારી આપી હતી ત્યારબાદ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ બાળાઓને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીમાં હાલ 306 જેટલા અધિકારી કર્મચારીઓનું મહેકમ છે પણ હાલ માત્ર દશ જેટલા વ્યક્તિઓ દ્વારા કામ થઈ રહ્યું છે, તેમજ મહાનગરપાલિકાની સતાઓ પાવર વગેરે વિશેની સમજ આપી હતી, આ કાર્યક્રમના કો.ઓર્ડીનેટર તરીકે મહાનગરપાલિકાના રાજલબહેને ખુબજ સરસ વ્યવસ્થાપણ કરી આપી હતી.




Latest News