મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

ધરમ કરતાં ધાડ પડી: મોરબીના પત્નીઓની સાથે જાહેરમાં ઝઘડો કરનારા બે સગાભાઈને સમજાવા ગયેલા વૃદ્ધને માર માર્યો


SHARE













ધરમ કરતાં ધાડ પડી: મોરબીના પત્નીઓની સાથે જાહેરમાં ઝઘડો કરનારા બે સગાભાઈને સમજાવા ગયેલા વૃદ્ધને માર માર્યો

મોરબીના મુનનગર ચોકમાં પાનની દુકાન પાસે ઉભેલા વૃદ્ધે જાહેરમાં પત્ની સાથે ઝઘડો કરી રહેલા બે વ્યક્તિઓને ઝઘડો નહીં કરવા માટે કહ્યું હતું જે બાબતનો ખાસ રાખીને સામેવાળાઓએ વૃદ્ધની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર મુનનગર ચોક શેરી નં-3 માં રહેતા રાજેન્દ્રભાઈ મોહનભાઈ દેત્રોજા (60) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ત્રિભુવનભાઈ સવસાણી અને પિયુષભાઈ ત્રિભુવનભાઈ સવસાણી રહે. બંને શિવમ એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કૂલ સામે રવાપર ઘુનડા રોડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના મુનનગર ચોક પાસે પાનની દુકાને તેઓ ઉભા હતા ત્યારે વિજયભાઈ અને પિયુષભાઈ જાહેરમાં પોતાના પત્નીઓ સાથે બોલાચાલીને ઝઘડો કરતા હતા જેથી ફરિયાદી વૃધ્ધે તેમને સોસાયટીમાં ઝઘડો નહીં કરવા માટે કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા વિજયભાઈ અને પિયુષભાઈએ ફરિયાદીની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ભીમસર બ્રિજ ઉપરથી મોરબીના લખધીરપુર ગામે ખોડીયારપરામાં રહેતા હકાભાઇ ભગાભાઈ પાટડીયા (28) બાઈક નંબર જીજે 36 એઇ 4676 લઈને માળિયા ખાતે તેઓના કુળદેવી માતાજીના દર્શન કરવા માટે જતા હતા ત્યારે ટ્રક નંબર જીજે 12 એક્સ 2809 ના ચાલકે તેઓના બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને યુવાનને ડાબા પગના અંગૂઠાના ભાગે ફેક્ચર તથા ડાબા હાથમાં અને કમરના ભાગે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે માળીયા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News