મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય તો મોરબી સહિત ગુજરાતમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપો: ઈશુદાન ગઢવી


SHARE













જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય તો મોરબી સહિત ગુજરાતમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપો: ઈશુદાન ગઢવી

મોરબી સિવિલમાં કામ કરતા આઉટસોર્સિંગ સ્ટાફને તેના હક્ક મળતા નથી અને પૂરતો પગાર મળતો નથી જેથી કરીને ગઇકાલે મોડી રાતે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી મોરબી સિવિલ હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાં આઉટસોર્સિંગ સ્ટાફને મળ્યા હતા અને ત્યાર બાદ તેમણે એવું કહ્યું હતુ કે આ આઉટસોર્સિંગ સ્ટાફને શું લાભ મળવા જોઈએ, શું પગાર મળવો જોઈએ તેની તે લોકોને ખબર જ નથી અને એજન્સી વાળા સરકારમાંથી વધુ પગાર લેતા હોવા છતાં પણ પગાર આપતા નથી જેથી કરીને રાજ્યના આરોગ્ય મંત્રી જો હપ્તા ન લેતા હોય તો મોરબી સહિત ગુજરાતનાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપવો જોઈએ નહીં તો આ મુદે આગામી સમયમાં એક લાખ લોકોને ભેગા કરીને ગાંધીનગરમાં ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારો છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગના સફાઈ કામદારો તેમજ સિક્યુરિટી સહિતના અંદાજે 150 જેટલા આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપવામાં આવતો નથી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી, પીએફનો લાભ આપવામાં આવતો નથી, હક્ક રજા મળતી નથી તેમજ 12 કલાક તેઓની પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે. જેથી કરીને આ હંગામી સ્ટાફ દ્વારા સિવિલના પટાંગણમાં હોસ્પિટલ બહાર ધરણા શરૂ કરવામાં આવેલ છે અને ગઇકાલે મોડી રાતે આમ આદમી પાર્ટીના આગેવાન ઈશુદાન ગઢવી મોરબી આવ્યા હતા અને મોરબી સિવિલે લઈને તેઓ આઉટસોર્સિંગથી સિવિલમાં કામ કરતાં સ્ટાફને મળવા માટે ગયા હતા.

આ હંગામી કર્મચારીઓની મુલાકાત લીધા બાદ ઈશુદાન ગઢવીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, મોરબી સહિત રાજ્યભરમાં આઉટસોર્સિંગ એજન્સીઓની અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથેની મિલીભગત છે અને હપ્તા આપે છે ત્યારે જો રાજ્યના આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય તો તેઓએ આ આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર અને તેઓને મળવા પાત્ર તમામ લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે અને આ પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં છે જેથી કરીને આગામી દિવસોમાં ગુજરાતનાં તમામ જીલ્લામાં આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ સ્ટાફને તેનો હક્ક મળે તેના માટે લડત ચલાવશે અને ત્યાર બાદ આઉટસોર્સિંગ સ્ટાફનું સંગઠન બનાવીને એક લાખ જેટલા કર્મચારીઓને સાથે રાખીને ગાંધીનગરનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News