મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસમાં નજીવી વાતમાં બોલાચાલી-જપાજપી: બંને પક્ષેથી સામસામી ફરિયાદ


SHARE













મોરબીના ખાટકીવાસમાં નજીવી વાતમાં બોલાચાલી-જપાજપી: બંને પક્ષેથી સામસામી ફરિયાદ

મોરબી શહેરના ખાટીવાસ વિસ્તાર પાસે શેરીમાં બેઠેલા કૂતરાને હટાવવા માટે થઈને મહિલાએ હુડહુડ કરતા ત્યાંથી પસાર થયેલા યુવાને તેને હુડહૂડ કરે છે તેવું લાગ્યું હતું જેથી તે મહિલાની સાથે તેણે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી જપાજપી કરીને ગાળો આપવામાં આવી હતી જે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ખાટકી વાડા કુબેરનાથ શેરીમાં રહેતા આઈસાબેન હુસેનભાઇ કટારીયા (59)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શબીર અબ્બાસભાઈ ખાટકી રહે. ખાટકી વાડો મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાના ઘર પાસે બેઠા હતા અને કૂતરાને ભગાવવા માટે હૂડહૂડ કરતા હતા ત્યારે ત્યાંથી સબીર ખાટકી નીકળેલો હતો જેથી તેને એમ હતું કે તેણે હૂડહૂડ કહે છે જેથી તે બાબતનો ખાર રાખીને ફરિયાદી વૃદ્ધાને ગાળો આપીને તેની સાથે ઝપાઝપી કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં શબીરભાઈ અબ્બાસભાઈ તરકાબણ (28)એ હુસેનભાઈ કાસમભાઈ કટારીયા, આયશુ હુસેનભાઇ કટારીયા અને શેહનાજ જુમાભાઈ ચૌહાણ રહે. બધા ખાટકીવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાના પત્ની અને સંતાન સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ સામે આવ્યા હતા અને ફરિયાદીને ઉભો રાખીને કહ્યું હતું કે તું કાલે શું બોલતો હતો તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદી તેના પત્નીને ગાળો આપી હતી અને હુસેનભાઇ કટારીયાએ ફરિયાદી તથા ફરિયાદીના દીકરાને ઢીકાપાટુનો માર મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News