ટંકારા પાલિકાના 6 વોર્ડ તૈયાર: 7 દિવસમાં વાંધા-સૂચનો મંગાવ્યા
SHARE
ટંકારા પાલિકાના 6 વોર્ડ તૈયાર: 7 દિવસમાં વાંધા-સૂચનો મંગાવ્યા
ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યાર બાદ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ મૂકવામાં આવેલ છે અને વોર્ડ રચના સહિતની કામગીરી ચાલી રહી છે તેવામાં તંત્ર દ્વારા ટંકારામાં વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણી સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને પાલિકાના 6 વોર્ડ બનાવવામાં આવેલ છે તેની સામે સાત દિવસમાં વાંધા સૂચનો મંગાવવામાં આવેલ છે.
હાલમાં ટંકારા પાલિકા માટેની જે વોર્ડ રચના કરવામાં આવેલ છે તેના ઉપર નજર કરીએ તો તેમાં વોર્ડ નં.1 માં નગરનાકા રોડ, મુમનાનો ડેલો, મુમના શેરી, જમાત શેરી, ઘાંચીશેરી, મેઇન બજાર, પોલીસ સ્ટેશન,દયાનંદ ચોક, ગાયત્રીનગર વિસ્તાર સમાવવામાં આવ્યા છે. અને ચાર બેઠકમાં 2 બેઠક સ્ત્રી સામાન્ય, એક પછાત વર્ગ અને એક સામાન્ય વર્ગની બેઠક છે. વોર્ડ નં.2 માં લક્ષ્મિનારાયણ મંદિર વાળી શેરી, મઠવારી શેરી,મેમણ શેરી નગરનાકા પાસે, મોચી બજાર, હોસ્પિટલ શેરી, મોરબી નાકે, હોસ્પિટલ શેરી, રાધાકૃષ્ણા શેરી, મેઇન બજાર, ભાટિયા શેરી, નવા નાકા રોડ, યમુના શેરીનો સમાવેશ કરેલ છે અને ચાર બેઠકોમાં 2 બેઠક સ્ત્રી સામાન્ય, એક પછાત વર્ગ અને એક સામાન્ય વર્ગની બેઠક છે. વોર્ડ નં.3માં લો વાસ ગામઠી શાળા વાળી શેરી, લો વાસ, ઘેટીયા વાસ, ત્રણ હાટડી ચોક,મેઇન બજાર,મકરાણી શેરી, દયાનંદ ચેમ્બર, લતિપર તથા ખીજડીયા ચોકડી, બાલ મંદિર, ગાયત્રીનગર, ન્યુ ગાયત્રીનગર, હનુમાનજી મંદિર, બાપા સીતારામ મંદિર, ખેતર મેલડી માતાજી મંદિર, ખેતર વિસ્તારનો સમાવેશ કરેલ છે અને ચાર બેઠકોમાં એક પછાત વર્ગ સ્ત્રી, એક સામાન્ય વર્ગ સ્ત્રી તથા બે સામાન્ય વર્ગની બેઠક છે.
તો વોર્ડ નં.4માં મેઇન બજાર, લક્ષ્મિનારાયણ શેરી, ઘેટીયા શેરી, રાજબાઈ ચોક, દેરીનાકા મેઇન રોડ, ખડિયા વાસ મેઇન રોડ, ઉગમણા ચોક,કોળી વાસ, ઘેટીયાવાસ, ડેમી નદી વિસ્તારનો સમાવેશ કરેલ છે અને ચાર બેઠકોમાં એક પછાત વર્ગ સ્ત્રી, એક સામાન્ય વર્ગ સ્ત્રી, એક અનુ.જાતિ અને એક સામાન્ય વર્ગની બેઠક છે. વોર્ડ નં.5માં તિલક નગર, મામલતદાર કચેરી, ખીજડીયા રોડ, યોગેશ્વર નગર, ઠક્કરબાપા વસાહત, લક્ષ્મિનારાયણ સોસાયટી, સાર્વજનિક હેતુ પ્લોટ સોસાયટી, લક્ષ્મિનારાયણ નગર સોસાયટી વિસ્તારનો સમાવેશ કરેલ છે અને ચાર બેઠકોમાં એક પછાતવર્ગ સ્ત્રી, એક સામાન્ય વર્ગ સ્ત્રી તથા બે સામાન્ય વર્ગની બેઠક છે. અને વોર્ડ નં.6માં લક્ષ્મિનારાયણ નગર, ગાડા માર્ગ, ઝાપાવાળી મંદિરવાળી શેરી, ૧૦૦ ચોરસ વાર, નવું ગામતળ,પટેલ/સંધિવાસ, બિનખેતી પ્લોટ વિસ્તાર, અયોધ્યાપુરી, દેવનગરી, હરિઓમ નગર, બાલાજી, કૃષ્ણા પાર્ક, પ્રભુ નગર, સરદારનગર, ધર્મભક્તિ, રાજધાની વિસ્તારનો સમાવેશ કરેલ છે અને ચાર બેઠકમાં બે સામાન્ય વર્ગ સ્ત્રી તથા એક પછાતવર્ગ અને એક સામાન્ય વર્ગ માટે રહેશે. અને હાલમાં જે વોર્ડ રચના કરવામાં આવી છે અને બેઠકની ફાળવણી કરવામાં આવેલ છે તેની સામે કોઈ વાંધા સૂચનો હોય તો આગામી સાત દિવસમાં રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નંબર-૯, ૬ઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગરને આપવાના રહેશે. અને તેની એક નકલ મોરબીના કલેકટરને આપવાની રહેશે.