હળવદના મયૂરનગર પાસે બ્રાહ્મણી નદી ખાણખનિજ વિભાગની રેડ: રેતી ચોરી માટે ઉપયોગમાં લેવાતું એક્સકેવેટર મશીન કબજે કર્યું
SHARE
હળવદના મયૂરનગર પાસે બ્રાહ્મણી નદી ખાણખનિજ વિભાગની રેડ: રેતી ચોરી માટે ઉપયોગમાં લેવાતું એક્સકેવેટર મશીન કબજે કર્યું
મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા દિવસોથી જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં ટંકારા, વાંકાનેર તેમજ હળવદ તાલુકામાં એક જ અઠવાડિયામાં અલગ અલગ ટીમ દ્વારા ત્રણ રેડ કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાની કિમતની મશીનરીને કબજે કરીને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે
મોરબી જિલ્લા ભુસ્તરશાત્રીની કચેરીની ટિમ દ્વારા તા 14/11 ના રોક હળવદ તાલુકાનાં મયુરનગર પાસે આવેલ બ્રાહ્મણી નદી નજીક રેડ કરવામાં આવી હતી ત્યારે એક જેસીબી કંપનીનું એક્સકેવેટર મશીન મળી આવ્યું હતું અને નદીમાંથી સાદી રેતી ખનીજનું ગેરકાયદે ખોદકામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે મશીનને કબજે કરવામાં આવેલ છે અને ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં આ ખોદકામ એક્સકેવેટર મશીનનાં માલિક અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર રહે. મિયાણી તાલુકો હળવદ વાળા કરતાં હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં એકસકેવેટર મશીનને ખોદકામ કરવા બદલ સ્થળે ઉપરથી સીઝ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને મશીનના માલિક પાસેથી નિયમોનુસાર દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.