ટંકારા પાલિકાના 6 વોર્ડ તૈયાર: 7 દિવસમાં વાંધા-સૂચનો મંગાવ્યા
મોરબીમાં રિક્ષા રાખવા બાબતે યુવાનને પિતા-પુત્રએ માર માર્યો
SHARE
મોરબીમાં રિક્ષા રાખવા બાબતે યુવાનને પિતા-પુત્રએ માર માર્યો
મોરબીમાં સોઓરડી પાસે આવેલ ચામુડાનગર વિસ્તારમાં રહેતા યુવાનને રીક્ષા રાખવા મુદ્દે બોલાચાલી થઈ હતી ત્યારે પિતા-પુત્ર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સોઓરડી પાસે આવેલ ચામુડાનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ દેવજીભાઈ સોલંકી (25) નામના યુવાનને રીક્ષા રાખવા બાબતે ત્યાં જીવણભાઈ કરસનભાઈ સોલંકી અને તેના દીકરા સાથે બોલાચાલી, માથાકૂટ અને ઝઘડો થયો હતો ત્યારે મારામારીના બનાવમાં યુવાને મુંઢ ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીમાં રહેતા સુનીલાબેન અરવિંદભાઈ પટેલ (53) નામના આધેડ મહિલા બાઇકમાં બેસીને બેઠા પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થતા તેઓ નીચે પડી ગયા હતા અને મહિલાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે
યુવાન સારવારમાં
મોરબીની ઉમ ટાઉનશીપમાં રહેતા મુકેશભાઈ કરસનભાઈ દેસાઈ ત્રાજપર ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેને ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
તરુણ સારવારમાં
હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રહેતો રોહિત દિનેશભાઈ રૂદાતલા (16) નામનો તરુણ ઘરેથી દૂધ લેવા માટે જતો હતો ત્યારે રસ્તામાં ઢોર આડુ ઉતરતા બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં તરુણને ઈજા થઈ હોવાથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
વીછીએ ડંખ માર્યો
મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા કોમલબેન મણીભાઈ ગેડિયા (19)ને વીંછી કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









