મોરબીમાં ઘરે સીડીએથી પડી જતાં પેટમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીના ધુળકોટ નજીક બાઈક સાથે બાઈક અથડાતા એક યુવાનનું મોત
SHARE
મોરબીના ધુળકોટ નજીક બાઈક સાથે બાઈક અથડાતા એક યુવાનનું મોત
મોરબીના ધુળકોટ ગામથી આમરણ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્વામી નારાયણ ફાર્મ સામે બાઈક સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને માથા, કપાળ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરનાર બાઈક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતિ મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા વિમલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ (27)એ હાલમાં બાઈક નંબર જીજે 20 બીએ 4547 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ધુળકોટ ગામની સીમમાંથી આમરણ તરફ જવાના રસ્તા વચ્ચે આવતા સ્વામિનારાયણ ફાર્મ પાસેથી તેનો નાનો ભાઈ જયકિશનભાઇ પ્રવીણભાઈ ચૌહાણ (24) તેનું બાઈક નંબર જીજે 3 સીક્યુ 5360 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ સામેથી તેનું બાઈક લઈ આવીને ફરિયાદીના ભાઈના બાઈક સાથે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈને માથા, કપાળ અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત કરનાર બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જુગાર રમતા પકડાયા
માળીયા મીયાણામાં આવેલ કોળીવાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા જુમા વલીમામદભાઈ કટિયા (32), મામદ હૈદરભાઈ કટિયા (29) અને રફીક વલીમામદભાઈ કટિયા (36) રહે. બધા માળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 880 ની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.