વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા મોરબી મહાપાલિકા-જીલ્લા પંચાયતના નવા સીમાંકન અને નકશાની આપ દ્વારા કલેક્ટર પાસે કરાઇ માંગણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે સીડીએથી પડી જતાં પેટમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE















મોરબીમાં ઘરે સીડીએથી પડી જતાં પેટમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે પોતાના ઘરે સીડી ઉપરથી પડી જવાના કારણે યુવાનને પેટના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતા કૈલાશભાઈ જેઠાભાઇ જાદવ (40) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે સીડી ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તે યુવાનને પેટના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે

દેશી દારૂનો જથ્થો પકડાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પચ્ચીસ વારીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો તથા 50 લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 18,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં આદિલ યુસુફભાઈ કટિયા રહે. પચ્ચીસ વારિયા પ્લોટ બાયપાસ રોડ મોરબી વાળા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.






Latest News