મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી: પૌત્રને બાલમંદિરેથી ઘરે લઈને જતાં વૃદ્ધાને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE









મોરબી: પૌત્રને બાલમંદિરેથી ઘરે લઈને જતાં વૃદ્ધાને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત

મોરબીના લુટાવદર ગામે બાલ મંદિરે ગયેલા પૌત્રને લઈને પરત આવી રહેલા વૃદ્ધાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણે કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા પાર્વતીબેન દેવશીભાઈ વાઘેલા (66) નામના વૃદ્ધા બાલમંદિરથી તેના પૌત્રને લઈને ઘર તરફ આવી રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પાર્વતીબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી.

કાર પલટી જતાં યુવાનને ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા રાહુલ અમરશીભાઈ પરમાર (21) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામના પાટીયા પાસેથી કારમાં જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં કાર પલટી મારી જતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાહેર કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News