મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં
SHARE
મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતીએ દવા પી લીધી, ઘરે માર પડતા યુવતી અને વૃદ્ધા સારવારમાં: ઈકો કાર પાછળ બીજી કાર અથડાતા મહિલાને ઈજા
મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા સુંદરજીભાઈ ભુદરભાઈ બોપલીયા (52) અને નિર્મલાબેન સુંદરજીભાઈ બોપલીયા (50) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી બંનેને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા સ્ટાફના વિજયભાઈ મિયાત્રાએ તપાસ હાથ ધરી છે.જયારે માળીયા(મિં)ના ઘાંટીલા ગામે જીગાભાઈની વાડીએ રહી મજુરીકામ કરતા વિપુલ સમશેરભાઈ નાયક (20) નામના યુવાને ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમજ હળવદના બોયડી અમરાપર ગામે પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત થયેલા કંચનબેન વછરાજભાઈ ચંદરીયા (22)ને સારવાર માટે મોરબી લાવવામાં આવેલ હતા.
વાહન અકસ્માત
મોરબી-રાજકોટ હાઈવે લજાઈ ગામ પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા જગદીશભાઈ મોહનભાઈ શેરસીયા (62) રહે. રવાપર સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે ટંકારાના રામપર ગામે રહેતા જાનવીબેન દાનાભાઈ રાણવા (65)ને ઘરે બે લોકોએ માર મારતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પડધરીનો રહેવાસી અરબાઝ રસુલભાઈ પારેજા (25) નામનો યુવાન ટંકારાના નેકનામ ગામે હતો ત્યાં રૈયાણી કાંટા પાસે ત્રણેક લોકોએ લોખંડના પાઈપ વડે માર મારતા તેને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
દવા પીધી
ચોટીલાના નાળીયેરી ગામે રહેતા સંજય બીજલભાઈ સરવૈયા (27) નામના યુવાને કોઈ કારણોસર તરકીયાની સિમમાં જંગલ વિસ્તાર ખાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના સુસવાવ ગામે રહેતા વિનોદ બાબુભાઈ ઘાંટીયા (50)ને ગામના પાદરમાં પાણીના ટાંકા પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.દ્વારકાના રાવલ ગામે રહેતા મનીષાબેન ભરતભાઈ કાગડીયા (27)ને વાંકાનેરના ટોલનાકા પાસે કારની પાછળ અન્ય કાર અથડાવાના અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
રિક્ષા પલ્ટી
વાંકાનેરના અમરસર ગામે રહેતા ફાટક નજીક રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ બનાવમાં સોમીબેન દેવાભાઈ દુગડીયા (60) રહે. રાતીદેવડીને ઈજા થયેલ હોય સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા, જયારે ટંકારાના ધ્રુવનગર પાસે થયેલા વાહન અકસ્માતમાં ઈજા પામેલા દેવાયતભાઈ આલાભાઈ ચાવડા (60) રહે. રવાપરને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં પશુ સાથે પકડાતા નોંધાયેલા ગુનામાં સ્ટાફના વિજયભાઈ મિયાત્રાએ બનેસંગભા ખીરાભા જામ- વાઘેર (40) રહે. દ્વારકા અને ગંગાભા પુનાભા માણેક વાઘેર (55) રહે. દ્વારકાને પકડી તેઓને નોટીસ આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી