ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી
SHARE
ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી
ટંકારાના નાના રામપર ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જ્યારે હળવદ તાલુકાના જોગડ ગામ નજીક કચ્છના નાના રણ વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હોય પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ કરી છે
ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા મહેશકુમાર ગૌતમકુમાર રાણવા (20) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની ગૌતમભાઈ વાલજીભાઈ રાણવા (55) રહે. નાના રામપર તાલુકો ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે જ્યારે હળવદ તાલુકાના જોગડ ગામની સીમમાં કચ્છના નાના રણ વિસ્તારમાં કોઈ અજાણ્યા 25 થી 40 વર્ષની વચ્ચેના યુવાનની લાશ મળી આવી હતી જેથી આ અંગેની વિનોદભાઈ ચંદુભાઈ મજેઠીયા (38) રહે. જોગડ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાને ગોળ ગળાનો ટીશર્ટ પહેરેલું છે જોકે મૃતક યુવાનનું મોત કયા કારણોસર થયું છે અને તે ક્યાંથી આવ્યો હતો તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે