મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી
મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં
SHARE
મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપરથી પસાર થતા વાહનોમાં ટ્રાફિકના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે દરમિયાન આજે કાર ચાલકે પોતાના વાહનને બ્રેક કરતાની સાથે પાછળના ભાગમાં આવી રહેલ બે કાર અને ટ્રક એકબીજા વાહનની પાછળ વાહન અથડાયા હતા જેથી ચાર વાહનોનો અકસ્માત થયો હતો અને આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ ચારે વાહનોમાં નુકસાન થયું છે
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર સતત ટ્રક ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થતા હોય છે અને ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે સ્કૂટર, બાઈક, રીક્ષા જેવા વાહનોની પણ સંખ્યા વધુ પ્રમાણમાં રહેતી હોય છે અને અવારનવાર ટ્રાફિકના કારણે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે ખાસ કરીને નેશનલ હાઈવે રોડ ઉપર જુદી જુદી જગ્યા ઉપર આવતી કટ પાસે અકસ્માતની ઘટનાઓ વધુ બનતી હોય છે તેવામાં આજે બપોરના સમયે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝ પાસેથી ટ્રાફિક પસાર થયો હતો ત્યારે ઈકો ગાડીના ચાલકે પોતાના વાહનને બ્રેક કરી હતી ત્યારબાદ તેની પાછળ આવી રહેલ ઈકો ગાડી અને તેની પાછળ આવતી અર્ટિકા ગાડી અને ટ્રક એકબીજા વાહનની પાછળ વાહનો અથડાયા હતા જેથી કરીને ચાર વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ચારે ચાર વાહનોમાં નુકસાની થયેલ છે જોકે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી તેવું હાલમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે









