મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

ગોજારો અકસ્માત: મોરબીના ઘુંટુ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે વ્યક્તિના મોત


SHARE







































ગોજારો અકસ્માત: મોરબીના ઘુંટુ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે વ્યક્તિના મોત

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે ગોજારો વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જતા બાઇકને બેફામ ગતિએ દોડતા ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું.આ બનાવમાં ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું.જ્યારે યુવાનને સિવિલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં તેનું પણ મોત નિપજયુ હતુ.અકસ્માત બનાવમાં બે લોકોના મોત થયા હોય હાલ બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા ડમ્પર ચાલકને પકડવા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફના જે.પી.વસીયાણી પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેના શ્રીરામ વેબ્રીજ પાસે તા.૨૨ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં બાઈકમાં ડબલ સવારીમાં જઈ રહેલા દિનેશભાઈ કરસનભાઈ જાદવ જાતે બારોટ (૪૪) રહે, ઘૂટું અને બાઇક ચાલક અમૃતભાઈ નાથાભાઈ વાઘેલા (૬૩) ના બાઈકને ડમ્પર નંબર જીજે ૩૬ એક્સ ૫૫૩૯ ના ચાલકે પાછળથી હડફેટે લીધું હતું અને આ બનાવમાં અમૃતભાઈ નાથાભાઈ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે દિનેશભાઈ જાદવને સારવાર માટે સિવિલે ખસેડાતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું પણ મોત નીપજ્યું હતું અને આ બનાવમાં બે લોકોના મોત નિપજતા બંને પરિવારના શોકનું મોજું ફરી વળ્યું છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા બનાવની નોંધ કરીને ઉપરોક્ત નંબરના ડમ્પરના ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

બાઇક સ્લીપ
મોરબી તાલુકાના તરઘરી ગામે રહેતા શરદ ગુણવંતભાઈ અઘારા (35) નામનો યુવાન માળીયા નજીક ભીમાસર ચોકડી પાસે આવેલ જય અંબે હોટલ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને યુવાનને ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમા ઇજા
હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા સેલાભાઈ હીરાભાઈ દેવીપુજક (30) અને સંજય સેલાભાઈ દેવીપુજક (15) નામના બે વ્યક્તિઓને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
















Latest News