મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ નવા બસ સ્ટેશન ખાતેથી યુવતી ગુમ


SHARE













મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ નવા બસ સ્ટેશન ખાતેથી યુવતી ગુમ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતેથી ઉતર્યા બાદ કોલેજે જવા માટે નીકળેલી યુવતી કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ છે.જેથી કરીને તેના પિતા દ્વારા હાલ ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંંયાણાના જૂના ઘાંટીલા ગામે રહેતા વિમલભાઈ મહાદેવભાઇ વિડજા પટેલ (૪૯) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરવામાં આવી હતી કે તેઓની ૨૦ વર્ષીય પુત્રી દીક્ષિતાબેન વિમલભાઈ વિડજા તા.૨૨ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે તેઓની સાથે ઘાંટીલા ગામેથી બસમાં મોરબી આવ્યા હતા અને નવા બસ સ્ટેશન ખાતે કોલેજ જવાનું કહીને ઉતર્યા હતા અને બાદમાં તેણી ઘરે પરત આવેલા ન હોય અને ગુમ થયેલ છે.તેમજ ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પતો લાગેલ નથી જેથી હાલ પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે અને ગુમ થયેલી યુવતી અંગે શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.વાઘડિયા તથા રાઇટર કિશનભાઇ મોટાણી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતા સંજયભાઈ કાળુભાઈ સલાટ (ઉંમર ૪૫) તથા ફતુબેન માલાભાઈ ભરવાડીયા દેવીપુજક (૩૨) ને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના વીસીપરામાં આવેલ રાજ બેકરી ખાતે રહેતા જયેશ રાજેશભાઈ નામના ૧૦ વર્ષના બાળકને પણ ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા 

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રતાપભાઈ શામજીભાઈ મોરવાડિયા નામના ૬૩ વર્ષના આધેડ ગઈકાલના સાંજના છ વાગ્યાના અરસામાં બાઈકમાં જતા હતા અને તેઓ ઇન્દિરનગર બાજુથી ઘુંટુ તરફ જતા હતા ત્યારે રસ્તામાં ખોડીયાર મંદિર પાસે તેમના બાઇકની આડે અચાન ભુંડ આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં ઇજાઓ પામતા તેમને સારવાર માટે સામાકાંઠેની શિવમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News