મોરબીના નારણકા ગામે ખેતીવાડીમાં ૬ દિવસથી વિજપુરવઠો અનિયમિત હોવાથી ખેડૂતો હેરાન
હળવદના સુખપરમાં મકાનમાંથી તસ્કરો ૬ તોલા વજનના દાગીના ચોરી ગયા
SHARE







હળવદના સુખપરમાં મકાનમાંથી તસ્કરો ૬ તોલા વજનના દાગીના ચોરી ગયા
હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ શહેરમાં બે દિવસ પહેલા મોબાઇલની દુકાનમાં તસ્કરોએ નિશાન બનાવી હતી ત્યારે બુધવારે રાત્રે હળવદ તાલુકાના સુખપર ગામે રહેણાંક મકાનમાં મકાન માલિક સુતા હતા ત્યારે લોખંડની બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના ૬ તોલાના દાગીના ચોરી ગયા છે જેથી મકાન માલિકે હળવદ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા બનેસીગભાઈ નરસિંહભાઈ અઘારાના મકાનમાં મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડીને મકાનના રૂમમાં પ્રવેશ કરીને કબાટ તોડીને કબાટમાં રાખેલ સોનો ચાંદીના દાગીનાની ચોરી કરીને નાસી છૂટયા હતા આ અંગે મકાન માલિક બનેશીગભાઈ અઘારાએ જણાવ્યુ છે કે, મારા મકાનમાં સોનાનો હાર, કાનની બુટ્ટી, વીંટીઓ, ઓમ, હાર મળીને ૬ તોલો સોનું અને ૨૫૦ ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરીને કોઈ અજાણ્યા શખ્સોઓ નાસી છૂટયા છે હાલમાં પોલીસે ફરિયાદ લેવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
