નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા


SHARE





ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા

મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના ઘણા બધા લોકો હાલમાં દુબઈ ખાતે ફરવા માટે અથવા તો બિઝનેસના હેતુથી ગયા છે અને ત્યાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે ફસાઈ ગયા છે જોકે મોરબીથી ગયેલા લોકો સલામત સ્થળે હોવાથી ઉદ્યોગકારો સહિતના લોકોના મોરબીમાં રહેતા પરિવારજનોને મોટી રાહત છે અને હાલમાં જે લોકો દુબઈમાં ફસાયા છે તેઓ વહેલી તકે ભારત પરત આવે તેના માટેના અહીંથી તેઓના પરિવારજનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધની પરિસ્થિતિ છે તેવામાં ગત શનિવારે યુએસ અને ઇઝરાયલે ઈરાન ઉપર મિસાઈલ હુમલો કર્યો હતો જેના જવાબમાં ઈરાને ળતી કાર્યવાહી કરી હતી અને યુનાઇટેડ આરબ અમીરાત માં આવેલા યુએસના મથકો ઉપર હુમલા શરૂ કર્યા હતા જે દરમિયાન દુબઈમાં ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરવામાં આવતા દુબઈ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે. જેથી મોરબીથી દુબઈ ગયેલા લોકોમાંથી ઘણા બધા લોકો ત્યાં દુબઈમાં ફસાઈ ગયા છે

મોરબીમાં રહેતા તરુણભાઈ લિખિયા પોતાના બિઝનેસના કામથી દુબઈ ખાતે ગત તા. 27/1 ના રોજ ગયા હતા અને રવિવારે તેઓ રિટર્ન મોરબી આવવાના હતા જોકે, શનિવારે દુબઈમાં કરવામાં આવેલ હુમલાના કારણે દુબઈનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે જેથી હાલમાં તેઓ દુબઈમાં ફસાયા છે અને દુબઈ ખાતે તેઓને રહેવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા ત્યાંથી સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેઓ હાલમાં સલામત સ્થળે છે અને મોરબી ખાતે રહેતા તેમના પરિવારજનો સાથે તેઓ સતત વ્હોટ્સએપ કોલ અને કોલથી સંપર્કમાં હોય પરિવારજનોને પણ મોટી રાહત છે અને તરુણભાઈ લિખિયાની જેમ અન્ય લોકો પણ ત્યાં ફસાયેલા છે તેઓને વહેલી તકે ભારત પરત લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છેમોરબીમાં આવેલ જુદી જુદી ટ્રાવેલ્સ એજન્સીઓ મારફતે ટિકિટો બુક કરાવીને અહીંના સિરામિક ઉદ્યોગકારો પોતાના બિઝનેસ માટે તેમજ ઘણા બધા લોકો પોતાના પરિવાર સાથે હરવા ફરવા માટે દુબઈ જતા હોય છે તેવી જ રીતે છેલ્લા દિવસોની વાત કરીએ તો મોરબીથી જુદી જુદી ટ્રાવેલ એજન્સીઓ મારફતે લગભગ 45 જેટલા લોકો દુબઈ ખાતે ગયા હતા અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તે લોકો ત્યાં ફસાયા હતા જોકે તે 45 પૈકીના 2 દ્યોગકારો હાલમાં બાય રોડ ઓમાન અને ત્યાંથી બેંગ્લોર સુધી એરોપ્લેનમાં મુસાફરી કરીને પહોંચી ગયા છે તેવી માહિતી અમ્રુત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જીજ્ઞેશભાઈ અઘારા પાસેથી જાણવા મળેલ છે. અને બાકીના 43 જેટલા લોકો જે હજુ દુબઈમાં છે તેઓ પણ દુબઈમાં સલામત સ્થળે છે જેથી મોરબીમાં રહેતા તેઓના પરિવારજનોએ માટે હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી.

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે તેના ભાગરૂપે દુબઈ અને અબુધાબીમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કરાયા છે અને ખાસ કરીને રહેણાંક વિસ્તારની આસપાસમાં બોમ પડ્યા હતા જેથી સ્વાભાવિક રીતે દુબઈ ખાતે મોરબીથી જે લોકો ગયા હોય તેમના પરિવારજનોને ચિંતા થાય પરંતુ જે ટ્રાવેલ એજન્ટો અને દુબઈ ગયેલા લોકોના પરિવારજનોના કહેવા મુજબ મોરબીના જેટલા પણ લોકો હાલમાં દુબઈમાં છે તે સલામત છે અને સતત તેઓના પરિવારજનોએ સાથે સંપર્કમાં છે. જેથી હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી.




Latest News