નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ


SHARE





મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકારની ઓળખ આપીને આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની આપવામાં આવી હતી તેમજ વિડીયો વાયરલ કરીને બદનામ કરવાની અને ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી ત્યાર બાદ યુવાન પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી યુવાને પોલીસ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે કહેવાતા પત્રકાર સહિત બે આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લીધેલ છે. તેવામાં ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતું કે, વિશાલ સેજપાલ પત્રકાર નથી અને તેના દ્વારા લોકોને ડરાવી ધમકાવીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી આવા બનાવ મોરબીમાં બનેલ છે માટે કોઈપણ વ્યક્તિ તેની ભોગ બનેલ હોય તો તેને મોરબી પોલીસનો સંપર્ક કરવા માટે અધિકારીએ અપીલ કરી છે.

મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ હરિકૃપા કોમ્પ્લેક્સમાં વિશાળ પાંચાણી નામના યુવાનની ઓફિસ આવેલી છે અને ત્યાં બે શખ્સો ઓફિસમાં આવ્યા હતા અને આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી અને કહેવાતા પત્રકાર વિશાલ સેજપાલના કહેવાથી કાસમ સુમરા દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાએ ફરિયાદીની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી અને તેઓની ઓફિસમાં રહેલ સરકારી લેપટોપના વિડીયો ઉતારીને વિશાલ પાંચાણી તેમજ ઓફિસમાં રહેલા સ્ટાફને ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપીને એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી આટલું  નહીં પરંતુ વિશાલ પાંચાણીને લાફા મારીને તેના પેન્ટના કિસ્સામાં હાથ નાખીને 5,000 ની લૂંટ કરવાની કોશિશ કરી હતી જેથી મોરબીમાં રહેતા વિશાલભાઈ મહેશભાઈ પાંચાણી (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ સેજપાલગૌતમ મકવાણા અને કાસમ સુમરા સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાની ધરપકડ કરીને બંને આરોપીને રિમાન્ડ ઉપર લીધેલ છે.

મોરબીમાં યુવાનને ડરાવી ધમકાવીને પત્રકાર તરીકેની ઓળખ આપીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપીને એક લાખ રૂપિયાની માંગણી કરવાના ગુનામાં આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આરોપી વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાની ધરપકડ કરીને કોર્ટમાંથી તે બંને આરોપીના પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા છે અને બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રીકન્ટ્રકસન પણ કરાવ્યુ હતું અને ત્યાર બાદ મોરબીના ડીવાયએસપી જે.એમ. આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, વિશાલ સેજપાલ પત્રકાર નથી અને છતાં લોકોની પાસે જઈને પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને વિડીયો બનાવીને તેઓને ડરાવી ધમકાવીને સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકવાનું કહીને પૈસા માંગણી કરવામાં આવતી હતી આવા બનાવ મોરબીમાં બનેલ છે જેથી કોઈપણ વ્યક્તિ પાસે પત્રકાર તરીકેની ઓળખ આપીને વિશાલ સેજપાલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હોય તો તે ભોગ બનેલ વ્યક્તિને મોરબી પોલીસનો સંપર્ક કરવા માટે અધિકારીએ અપીલ કરી છે. અને હાલમાં પકડાયેલા કહેવાતા પત્રકાર દ્વારા મોરબીમાં બીજા કેટલા લોકોને ડરાવી ધમકાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.




Latest News