મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબીમાં જેતપર મચ્છુ ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો


SHARE







































મોરબીમાં જેતપર મચ્છુ ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

મોરબીના ડીડીઓ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી, GCRI અમદાવાદ, સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક રીતે આરોગ્ય કેન્દ્ર જેતપર (મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો.

 આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત કેન્સર રોગના ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ ૧૫૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. જેમાં ઓરલ કેન્સરના કુલ ૭૫, બ્રેસ્ટ કેન્સરના કુલ ૪૨ અને સર્વાઈકલ કેન્સરના કુલ ૩૯ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગ કેમ્પમાંથી ઓરલ કેન્સરના ૦૩ દર્દીઓ અને બ્રેસ્ટ કેન્સરના ૦૧ દર્દીને રીફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત જેતપર (મચ્છુ) ગામના સરપંચ દ્વારા કરાવવામાં આવી હતી. આ કેમ્પના સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.દીપક બાવરવા, સી.એચ.સી. અધિક્ષક ડો.હાર્દિક મહેતા, મોરબી તાલુકા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ પંચાસરા સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
















Latest News