બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત


SHARE







































મોરબી મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવક કનૈયા પનવરનું મોત,યુવક ક્લિનર તરીકે નોકરી કરતો હોય, પોતાના ટ્રકની આવવાની રાહ જોતો હતો ત્યારે અન્ય ટ્રક ચાલકે હડફેટે લીધો હતો

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય કનૈયા પનવરનું મોત નીપજ્યું હતું. યુવક ક્લિનર તરીકે નોકરી કરતો હોય, પોતાના ટ્રકની આવવાની રાહ જોતો હતો ત્યારે અન્ય ટ્રક ચાલકે હડફેટે લીધો હતો.

મળતી માહિતી અનુસાર, ગઈકાલ સાંજે 4 વાગ્યાં આસપાસ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ મૃતસ કનૈયાલાલ પાલારામ પનવર (ઉંમર વર્ષ 32) ઉભો હતો. તે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હોય અને તે જે ટ્રકમાં નોકરીએ ચડવાનો હતો, તે ટ્રક મહેન્દ્રનગર ચોકડીએ આવવાનો હોવાથી તે રાહ જોતો હતો. દરમિયાન ત્યાં પુરપાટ ઝડપે આવેલા અન્ય એક ટ્રકે આ યુવાનને અડફેટે લીધો હતો. અકસ્માતમાં કનૈયાલાલને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તત્કાલ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. અહીં તેનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ આવીને મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવથી મૃતકના પરિવારમાં શોક છવાયો હતો.
















Latest News