મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લઇને યુવાનને કચડી નાખ્યો: ગુનો નોંધાયો


SHARE













મોરબીના ધરમપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લઇને યુવાનને કચડી નાખ્યો: ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં ધરમપુર ગામના પાટીયા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલાકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે

મોરબી તાલુકાના આમરણ ડાયમંડનગર ખાતે રહેતા લાલજીભાઈ છગનભાઈ ગાંભવા (59) એ હાલમાં ડમ્પર નંબર જીજે 12 બીઝેડ 8903 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ગત તા 25/12 ના રાત્રીના 9:45 વાગ્યાના અરસામાં તેનો દીકરો સંદીપ લાલજીભાઈ ગાંભવા (33) પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 4059 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે પાછળના ટાયરના ઝોટામાં તેને હડફેટે લઈને તેના શરીર ઉપરથી ડમ્પર ફેરવી દેતા સંદીપનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નંબર 2 માં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા બશીર સલીમભાઈ ચાનીયા (32) રહે કાલિકા પ્લોટ શેરી નં-2 મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2050 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ બશીર હુસેનભાઇ ચાનિયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે બંનેની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકી રહેલા આરોપીને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી છે






Latest News