મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં રમતા રમતા ગટરમાં પડી જતા બાળકીનું મોત


SHARE













મોરબીમાં રમતા રમતા ગટરમાં પડી જતા બાળકીનું મોત

મોરબીમાં અકસ્માતનો ગોજારો બનાવ બન્યો હતો.જેમાં રમતા રમતા ગટરમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક આવેલ લક્ષ્ય સિરામિકમાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરિવારની રૂહીબેન બુદ્ધાસિંગ નામની એક વર્ષની બાળકી યુનિટની અંદર રમી રહી હતી.ત્યારે રમતા રમતા કોઈ રીતે ગટરમાં પડી ગઈ હતી.જેથી ડૂબી જવાના લીધે તેને સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.જો કે ત્યાં સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત થયુ હતું અને પીએમ માટે બાળકીના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખેવારીયા ગામે રહેતા હરેશભાઈ અરવિંદભાઈ રાઠોડ નામનો ૨૦ વર્ષનો યુવાન મોટરસાયકલ લઈને જતો હતો.ત્યારે તેનું મોટરસાયકલ ટ્રેક્ટર સાથે અથડાયું હતું.આ અકસ્માત બનાવમાં તેને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરી દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે. જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર જ રોકડિયા હનુમાન પાછળ આવેલ રોલાની વાડી નજીક રહેતા પરિવારના જય ભીમજીભાઇ પરમાર નામના સાત વર્ષના બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે તે તેના ઘર નજીક ટ્રેક્ટર ઉપર ચડીને રમતો હતો ત્યારે પગ લપસી જતા નીચે પડી ગયો હતો અને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા વિજય કાંતિભાઈ મકવાણા નામના ૩૨ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેણે હોસ્પિટલે અને પોલીસને જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પરમાર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.જોકે બનાવના ખરા કારણ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News