મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં રસોડાના પ્લેટફોર્મ ઉપરથી નીચે પડી ગયેલ દોઢ વર્ષના બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીમાં રસોડાના પ્લેટફોર્મ ઉપરથી નીચે પડી ગયેલ દોઢ વર્ષના બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસે પ્રભુકૃપા ટાઉનશિપ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો દોઢ વર્ષનો બાળક રસોડાના પ્લેટફોર્મ ઉપર હતો.ત્યાંથી કોઈ કારણોસર નીચે પડી ગયો હતો.જેથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો હિયાન હાર્દિકભાઈ ચનિયારા નામનો દોઢ વર્ષનો બાળક તા.૨૮-૧૨ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં રસોડામાં હતો.ત્યાં રસોડાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ કારણોસર નીચે પડી ગયો હતો.જેથી શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેને વધુ સારવાર માટે હાલ રાજકોટની અમૃતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.હોસ્પિટલમાંથી રાજકોટ પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય રાજકોટ ગાંધીગ્રામ-યુનિવર્સિટી પોલીસ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ઉપરોક્ત બનાવ સંદર્ભે આગળની તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

અજાણ્યા શખ્સોએ માર મારતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર (બેલા) પાસે કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો રાજુભાઈ માધુભાઈ દિગુજા નામનો ૨૯ વર્ષનો યુવાન ગત તા.૨૮ ના રાત્રીના આઠેક વાગ્યે કારખાનાની બહાર હોટલ નજીક ચા પાણી પીવા માટે ગયો હતો.ત્યારે ત્યાં કોઈ અજાણ્યા ઈસમો સાથે થુંકવા બાબતે બોલાચાલી થઈ હતી.જેમાં સામેવાળા ચાર અજાણ્યા ઈસોમો દ્વારા રાજુભાઈ ઉપર લાકડાના ધોકા તથા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામેલા રાજુભાઈને જેતપર સીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી અને તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ સ્ટાફના એ.પી.જાડેજા દ્વારા બનાવની નોંધ કરીને સીસીટીવી ફુટેજ આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

છરી લાગતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપના સામેના ભાગે આવેલા ભીમસર વિસ્તારમાં રહેતા કરણ ભીમાભાઇ સોલંકી નામના ૨૩ વર્ષીય યુવાનને તા.૨૮ ના રાત્રીના ૧૧ વાગ્યાના આરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.મારામારી દરમિયાન પેટ અને હાથના ભાગે છરી લાગતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેથી બનાવને પગલે જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.તેમજ મોરબી વીસીપરામાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના ૩૦ વર્ષના યુવાનને પણ તા.૨૮ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં રહેણાંક મકાન નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.







Latest News