મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી: શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત


SHARE













મોરબી: શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત

સામખયારી ખાતે રહેતી સગર્ભા મહિલાને અમદાવાદથી સારવાર આપીને પાછા લઈ જતાં હતા ત્યારે સૂરજબારી પુલ પાસે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે માળિયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે સામખીયારી પાશ્વનાથ રેસીડેન્સી ખાતે રહેતા ગોમતીબેન રણજીતભાઈ વાળા (45) ને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતુ જેથી હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને સાત મહિનાનો ગર્ભ હતો અને સગર્ભા મહિલા અમદાવાદ સારવાર લઈને પરત સામખીયારી જતી હતી ત્યારે માળિયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પહોંચતા તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ સામખયારીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવારે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News