મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની ઢુવા ચોકડી પાસે સ્પા સંચાલક ઉપર માસીયર ભાઈનો હુમલો, હાથ ભાંગી નાંખ્યો, તોડફોડ


SHARE













મોરબીની ઢુવા ચોકડી પાસે સ્પા સંચાલક ઉપર માસીયર ભાઈનો હુમલો, હાથ ભાંગી નાંખ્યો, તોડફોડ

મોરબીના મહેન્દ્રનગરમાં રહેતાં જીવણભાઈ દલવાડી હોટલમાં આવેલ પોતાના સ્પા ઉપર હતાં ત્યારે ઘસી આવેલા સ્પા સંચાલકો હથિયારોથી તૂટી પડ્યા

સ્પામાં આવેલ એસી, સીસીટીવી, ટીવીમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાંખ્યું: ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો: પોલીસ દોડી ગઈ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ ઢુવા ચોકડી પાસે સ્પા સંચાલક ઉપર માસીયર ભાઈઓ અને સ્પા સંચાલકોએ ધારીયાથી હુમલો કરી માથુ અને હાથ ભાંગી નાંખ્યા હતાં.તેમજ સ્પામાં આવેલ એસી, સીસીટીવી, ટીવીમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાંખતા પોલીસ દોડી ગઈ હતી. બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના મહેન્દ્રનગરમાં રહેતાં જીવણભાઈ બચુભાઇ ચાવડા (ઉ.વ.૩૫) ને માટેલ રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસેની દલવાડી હોટલમાં બબલી સ્પા આવેલ છે. ગઈકાલે તેઓ સાંજના સમયે પોતાના સ્પા ખાતે હતાં ત્યારે મોડી રાતના ઘસી આવેલા પ્રવિણ મનસુખ અને અમિત સારલા નામના શખ્સોએ ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી નાસી છૂટયા હતાં.બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકટોની સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં બનાવ અંગે ઇજાગ્રસ્ત જીવણભાઈના મિત્ર ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, તેઓને બનાવ અંગે જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. જ્યાં પહોંચતા જાણ થયેલ કે, જીવણભાઈને તેના માસીયર પ્રવિણ અને અમિતે માર મારી સ્પામાં હથિયારથી તોડફોડ કરીને એસી, સીસીટીવી, ટીવીમાં તોડી નાંખી બહાર પડેલ બાઈક સળગાવી નાંખ્યું હતું. હુમલાખોરોને પણ મહેન્દ્રનગર ચોકડી પાસે સ્પા આવેલ છે. જેથી ધંધાકીય બાબતે હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.






Latest News