હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં જમતા જમતા બેભાન થઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીમાં જમતા જમતા બેભાન થઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર કારખાનના કવાર્ટરમાં રહેતો યુવાન જમતા જમતા બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ટીટી સેનેટરી ખાતે રહેતો ચંદન ઉર્ફે ચંદુકમાર પ્રભુભાઈ મહેતા (25) નામનો યુવાન ગત તા. 1/1/25 ના સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં જમતો હતો ત્યારે અચાનક બેભાન થઈ ગયો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે  વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નવા બનતા ઓવરબ્રિજ પાસે બાઈક અને આઇસર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સુનિલકુમાર (32) રહે. શ્રદ્ધા પાર્ક વાવડી રોડ મોરબી વાળાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે






Latest News