મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ


SHARE







































મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

મોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન અપૂરતો વરસાદ થયો હતો તેમ છતાં પણ આ જિલ્લાને સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથોસાથ ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે, ખેડૂતોને થયેલ પાક નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તથા પશુપાલકો માટે ઘાસચારાના ડેપો શરૂ કરવામાં આવ્યા અથવા તો રાહત દરે સબસીડી સાથે પશુપાલકોને ઘાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નયનભાઈ અઘારાની આગેવાની હેઠળ આજે મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યા સતિષભાઈ મેરજા, મનોજભાઈ પનારા, ખેડૂત આગેવાન મહેશભાઈ રાજકોટ, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મનસુરી, મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અલ્પેશભાઈ કોઠીયા, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ મુકેશભાઇ ગામી, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કે.ડી. પડસુંબીયા સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અપૂરતો વરસાદ થયો હોવાથી મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે ખાતર બિયારણ મજૂરી સહિતના ખર્ચા કર્યા હતા પરંતુ ચોમાસુ પાક નિષ્ફળ ગયો હોવાના કારણે ખેડૂતો દેણામાં ડૂબી ગયા છે ત્યારે તેઓનું ધિરાણ માફ કરવામાં આવે અને ખેતી પાકમાં થયેલ નુકસાનીનો સર્વે કરીને વહેલી તકે તેઓને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેની સાથોસાથ પશુપાલકોને તેઓના પશુનો નિભાવ કરવો પણ મુશ્કેલ બની જાય તેમ છે ત્યારે સરકાર દ્વારા ઘાસના ડેપો શરૂ કરવામાં આવે અથવા તો સબસીડી સાથે પશુપાલકોને ઘાસ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
















Latest News