હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગ ચગાવતા સમયે ગરમ પાણી ઉપર પડતાં દાઝી ગયેલ બાળક સારવારમાં


SHARE













મોરબીમાં પતંગ ચગાવતા સમયે ગરમ પાણી ઉપર પડતાં દાઝી ગયેલ બાળક સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તાર પાસે રહેતા પરિવારનો બાળક પતંગ ચગાવી રહ્યો હતો દરમિયાન તેનું ધ્યાન ન રહેતા તે ગરમ પાણી પર પડતાં તે દાજી ગયો હતો જેથી કરીને બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટ પાસે પતંગ ચગાવતા સમયે ધ્યાનમાં રહેતા રોહન વિશાલભાઈ વરાણીયા (5) નામનો બાળક ગરમ પાણી ઉપર પડી ગયો હતો જેથી કરીને તે બાળક દાઝી ગયો હતો અને બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કરણ સંજયભાઈ શેખાણી (17) નામના તરુણને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી અને તેને કાન પાસે ઈજા થયેલ હોવાથી તે તરુણને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ધવલ હસમુખભાઈ ગોહિલ (24) નામના યુવાનને તે મોરબીથી પાછો જઈ રહ્યો હતો ત્યારે યુ.એન. મહેતા આર્ટસ કોલેજ પાસે ભડિયાદ રોડ ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી પગના ભાગે તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News