કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની આલાપપાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા


SHARE













મોરબીની આલાપપાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા

હાથમાં હથિયારો સાથે તસ્કરોના આંટાફેરાથી લોકોમાં ફફડાટ, મોટી ચોરી કે જીવલેણ ઘટના બને તો જવાબદાર કોણ..?, સ્થાનિકો દ્રારા સઘન નાઇટ પેટ્રોલિંગની ઊઠી માંગ

 

મોરબીની આલાપ સોસાયટીમાં મોડી રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં ચારથી પાંચ જેટલા અજાણ્યા તસ્કરોના આંટાફેરા જોવા મળ્યા હતા. અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં હાલ કેદ થઈ ગઈ છે.સોસાયટીની જુદીજુદી શેરીઓની અંદર આ તસ્કરો ફરી રહ્યા છે અને અમુક મકાનોની દિવાલો કૂદીને, એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં અને સીડી ચડીને ફ્લેટના દરવાજા સુધી હથિયાર સાથે ચડી આવેલા આ અજાણ્યા ચોર ઇસમોને પકડવા માટે લોકોમાં માંગ ઉઠી રહી છે.હાલમાં હથિયારો સાથેના તસ્કરોના વિડીયો સોશ્યલ મિડીયામાં ફરી રહ્યા હોય લોકોમાં ચોરને લઈને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના આલાપ રોડ ઉપર રાત્રિના આશર્ ચારેક વાગ્યાના અરસામાં તસ્કરો આવ્યા હોય તેવા વિડિયો હાલ જોવા મળી રહ્યા છે.જેની અંદર ચારથી પાંચ જેટલા અજાણ્યા તત્કરો દ્વારા આલાપ સોસાયટીની જુદીજુદી શેરીઓમાં મકાનોની દિવાલો કુદીને, એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તેમજ એપાર્ટમેન્ટમાં ઉપર ચડીને ફ્લેટના ગેઇટ સુધી હથિયાર સાથે પહોંચી ગયા હોય અને ખાખાખોળા કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે.સદભાગ્યે કોઈ મોટી ચોરી થઈ હોય તેવું હાલ સુધી જાણવા મળ્યું નથી.જોકે હથિયારો સાથે આ ઇસમો ફરી રહ્યા હોય કોઈને હથીયાર મારી દે અને કોઈનો જીવ જાય કે મોટી ચોરી થાય તો તેના માટે જવાબદાર કોણ..? તસ્કરોની બાબતને લઈને હાલમાં આ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ કઈ પ્રકારની નાઈટ પેટ્રોલીંગ કરતી હશે તે બાબતે પણ લોકો હાલ સવાલ ઉઠાવી રહ્યા છે.માટે તસ્કરોને પકડવા સઘન નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.મોરબીના આલાપ પાર્કમાં રાત્રીના તસ્કરો આંટા ફેરા કરતા જોવા મળ્યા હતા.સોસાયટીના જુદા જુદા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા છે.પોલીસ તસ્કરોને પકડીને વિસ્તારને ભયમુક્ત કરશે ..? 






Latest News