મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે રોડ સાઈડની ગટરની નબળી કામગીરી બાબતે કલેક્ટરને રજૂઆત


SHARE







































મોરબીના ઘૂટું ગામ પાસે રોડ સાઈડની ગટરની નબળી કામગીરી બાબતે કલેક્ટરને રજૂઆત

મોરબીથી હળવદ સુધી ફોરલેન બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને હાલમાં મોરબીના ઘૂટું ગામ પાસે જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ગુણવત્તા વાળું કામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ઘુંટુ ગામ પાસે હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રોડ અને રોડ સાઈડમાં ગટરનું કામ કરવામાં આવી રહી છે તેમાં નબળી કક્ષાનું કામ કોન્ટ્રાકટર કરે છે જેથી કરીને ઘુંટુ ગામે પરેચા પરિવારના મંદિર પાસે થોડા દિવસ પહેલા ગટર બનાવેલ છે ત્યાં મોટો ખાડો પડ્યો હતો. જો આ ખાડામાં કોઈ પડે અને જાનહાનિ થાય તો તેના માટે જવાબદારી કોણ તેવો સવાલ પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે અને નબળી કામગીરીને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને સારી ગુણવત્તાવાળુ કામ કરવામાં આવે તેવી માંગ કરી છે. 
















Latest News