મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા-ઉતારવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાકક્ષા ખેલ મહાકુંભ 3.0 નો ભવ્ય આયોજન


SHARE





હળવદ તાલુકાકક્ષા ખેલ મહાકુંભ 3.0 નો ભવ્ય આયોજન

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત હળવદ તાલુકાકક્ષાના ખેલ મહાકુંભનો હળવદ તાલુકાની ઘનશ્યામપુર કન્યા પ્રા. શાળાના આંગણે દબદબાભેર પ્રારંભ થયો હતો. આ ખેલ મહાકુંભમાં  હળવદ તાલુકાના  અંડર 9, 11, 14, 17 તેમજ ઓપન કેટેગરીમાં કુલ 5000 થી વધારે સ્પર્ધકો ભાગ લેવાના છે આ મહાકુંભ ચાર દિવસ સુધી ચાલશે. આ ખેલ મહાકુંભમાં હળવદ તાલુકાના વિવિધ વયજૂથના સ્પર્ધકો કબડી, ખોખો, વોલીબોલ, ચેસ, યોગાસન, રસ્સા ખેંચ, એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓના કન્વીનર તરીકે હળવદ બી.આર.સી. કો ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ તથા તેઓની ટીમ દ્વારા સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.




Latest News