​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર અને મુળીના ગામડાઓમાં પીજીવીસીએલની ટીમોએ 410 વીજ કનેકશન ચેક કરતા 47 માંથી 30.70 લાખની વીજચોરી ઝડપાઈ


SHARE







































વાંકાનેર શહેર અને મુળીના ગામડાઓમાં પીજીવીસીએલની ટીમોએ 410 વીજ કનેકશન ચેક કરતા 47 માંથી 30.70 લાખની વીજચોરી ઝડપાઈ

આજે વહેલી સવારથી મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના જુદા જુદા વિસ્તારોમાં તથા મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી હતી અને કુલ મળીને 33 જેટલી ટીમો દ્વારા એસઆરપી તથા પોલીસના બંદોબસ્ત સાથે રહેણાક અને કોમર્શિયલના 410 વીજ કનેક્શન ચેક કરવામાં આવી રહ્યા હતા જેમાંથી 47 કનેક્શનમાં વિવિધ ચોરી પકડાતા 30.70 લાખના બિલ ફટક કરવામાં આવ્યા છે

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સમયાંતરે પીજીવીસીએલ દ્વારા પાવરચોરી રોકવા માટે થઈને વીજ ચેકિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબી જિલ્લાના પીજીવીસીએલના અધિકારીઓ તથા અન્ય જિલ્લાની ચેકિંગ સ્કવોર્ડના અધિકારીઓની જુદી જુદી 33 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને પોલીસ તથા એસઆરપીના બંદોબસ્તને સાથે રાખી વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગર, એકતાનગર અને રોયલ પાર્ક સહિતના વિસ્તારમાં રહેણાકના જુદાજુદા વીજ કનેકશન ચેક કરવામાં આવી રહ્યા છે આવી જ રીતે મૂળી તાલુકાના મોરબી વર્તુળ કચેરીના ગઢડા, ખમપાળીયા, રાયસંગપર, વેલાળામાં પણ રહેણાક અને કોમર્શિયલ વીજ કનેક્શનને ચેક કરવા માટેની કાર્યવાહી હાલમાં પીજીવીસીએલની ટીમો દ્વારા કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 410 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 47 વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હોય 30.70 લાખના બિલ ફટકારવામાં આવ્યા છે ખાસ કરીને અધિકારી પાસેથી મળતી વિદ્યુત પ્રમાણે ડાયરેક્ટ લંગરીયા, વાયરથી મીટર બાયપાસ, લોડ વધારો, વગર મીટર વીજ વપરાશ વગેરે રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું














Latest News