વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં પતંગ ચગાવતા સાત વર્ષના બાળકનું મોત


SHARE

















હળવદના ચરાડવા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં પતંગ ચગાવતા સાત વર્ષના બાળકનું મોત

હળવદના ચરાડવા ગામ પાસે વાડી વિસ્તારમાં બાળક પતંગ ચગાવતો હતો અને પતંગ ચગાવતા સમયે તે પાછા પગે જતો હતો દરમિયાન તે ઈલેક્ટ્રીક તારને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો જેથી તે બાળકને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે હકાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો નાનો રાયસીંગ રાઠવા સાત વર્ષનો બાળક પતંગ ચગાવી રહ્યો હતો અને ટીસી પાસે પતંગ ચગાવતો હતો દરમિયાન પાછા પગે આવતા સમયે તેનું ધ્યાન ન રહેતા તે ઇલેક્ટ્રીક તાને અડી ગયો હતો જેથી તે બાળકને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

ટંકારામાં આવેલ સરદારનગર સોસાયટીમાં રહેતા આશિષ મનસુખભાઈ રાજકોટીયા (33) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતો જયકિશન અશોકભાઈ પટેલ (35) નામનો યુવાન મોરબી રાજકોટ રોડ ઉપર લજાઈ ગામ પાસે આવેલ ગ્રીનવેલી સ્કૂલ પાસેથી બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે અકસ્માતે બાઈકમાંથી નીચે ટકાતા તેને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News