નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ


SHARE





ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ

ધૂળેટીના દિવસે રંગે ઊડે તે સ્વભાવિક છે પરંતુ લગ્ન થતાં હોય તેવું તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય. પરંતુ ન માત્ર ગુજરાત પણ દેશની અંદર હોલીકાના લગ્ન કરવવામાં આવે છે જે જોવા માટે તમારે મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં આવવું પડશે કેમ કે, ત્યાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોલિકા કે જેને વેણી માં નું નામ દેવામાં આવે છે તેના ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે

કહેવાય છે ને “વાત જો હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી” તે ઉક્તીને સાર્થક કરતા મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી અને ધુળેટીના તહેવારમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે જો કે, આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેના રાક્ષસની સાથે લગ્ન કરવા માટે આવે છે અને ખાસ કરીને નાના બાળકો આખા વર્ષ દરમાયન નીરોગી રહે તેના માટે મહિલાઓ દ્વારા શામ બાપા અને વેણી માં ની જાન આવે ત્યારે તેના દર્શન કરાવવામાં આવે છે.


હોલિકા ભગત પ્રહલાદને ખોળામાં લઈને જયારે હોળીમાં બેઠા હતા ત્યારે તે કુવારા હતા અને કુવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે કોઈ કુવારા મૃત્યુ પામે તો તેની પાછળ જે રીતે લીલ પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેવી જ રીતે હોલીકાનો આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા જેથી તે સમયથી હોલિકા એટલે કે, વેણી માં અને શામ બાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે અને શામ બાપા તેમજ વેણી માં ની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે આજે સવારથી જ મોરબીની ખેરની વાડી, ભાંડીયાની વાડી, વજેપર વાડી, વૈષ્ણવની વાડી, બવ્રાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, ભોલની વાડી, હદાનીની વાડી, રંગાણીની વાડી સહિતની વાડીમાં આ લગ્ન પ્રસંગ ધામધુમથી ઉજવાઈ છે તેવું સતવારા સમાજના આગેવાન માવજીભાઇ કંઝારીયાએ જણાવ્યુ છે. 

હિંદુ સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેના પાછળ કોઈને કોઈ ઉદેશ ચોક્કસ હોય છે તેવી જ રીતે દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણી માં અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે અને દરેક વાડીમાં ઘરે ઘરે જઈને જે રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે તેના થકી જે પણ રકમ એકત્રિત થઇ છે તેમાંથી વાડી વિસ્તારના લોકો દ્વારા શેરી ગલ્લીઓમાં રખડતા કુતરા, અબોલ પક્ષી સહીના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરંપરા આજકાલથી નહિ પરંતુ હાલમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સાતેક પેઢીઓ કરતા પણ પહેલાથી આ અનોખા લગ્ન કરવામાં આવે છે.

રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાઈ છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ હોય તે હક્કિત છે એવું કહેવાય છે કે, હોલિકાનું શરીર હોળીમાં દહન થઇ ગયું અને ભગત પ્રહલાદનો બચાવ થયો હતો તેનું ખુશીમાં રંગોત્સવ ઉજવાઈ છે જો કે, હોલીકાનું મૃત્યુ થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા જેથી હોલિકાના લગ્ન કરાવવામાં આવતા હોય તેવું કદાચ સમગ્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં એક માત્ર મોરબી શહેર હશે તેવી કહીએ તો તેમાં જરાપણ અતિશોક્તિ નથી.




Latest News