મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામ નજીક વાડીએ ઝેરી દવા પી ગયેલ બાળકીનું સારવારમાં મોત


SHARE









મોરબીના વાઘપર ગામ નજીક વાડીએ ઝેરી દવા પી ગયેલ બાળકીનું સારવારમાં મોત

મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની નવ વર્ષની દીકરીએ કોઈ કારણોસર ઝેરી દેવા પી જતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામની સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સવાભાઈ પરમારની નવ વર્ષની દીકરી સેજલબેન કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.પી.જાડેજા દ્વારા કરવામાં આવી હતી.




Latest News