મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે


SHARE











 

મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે

મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા અંગે જાણ કરવામાં આવે છે.જેમાં કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) ની ૮ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે અને બેન્ક ઓફિસ એપ્રેન્ટીસની ૧૫ જગ્યાઓ માટે કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આગામી તા.૧૧-૨-૨૫ ના રોજ અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટરની ૨૨ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે આગામી તા.૧૮-૨-૨૫ ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે.

જે માટે ઇચ્છુક ઉમેદવારોની વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ. તેમને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. ઉમેદવારોએ વોક-ઇન-ઇન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધિત જરૂરી તમામ દસ્તાવેજોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.આ ઉપરાંત વોક ઇન ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થનાર ઉમેદવારને કોઈપણ પ્રકારનું ભાડું કે ભથ્થું ચુકવવામાં આવશે નહીં. તેમણે સ્વખર્ચે અને સમયસર સ્થળ પર હાજર થવાનું રહેશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે આખરી નિર્ણયની સતા મ્યુનિસિપલ કમિશ્નર મોરબી મહાનગરપાલિકાની રહેશે.તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News