મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું
મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
SHARE
મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨-૨૨૦૫૫૧ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા રીડયુસ, રિસાયકલ, રીયુઝ સેન્ટરનો આવતીકાલ તા.૭ ફેબ્રુઆરીથી શુભારંભ
મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા તા.૭-૨-૨૫ ના રોજ સવારના ૧૧ કલાકે નવતર પ્રયોગ તરીકે રેન બસેરા ખાતે રીડયુસ, રિસાયકલ, રીયુઝ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ છે.જેમાં મોરબી શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનો દ્વારા સેન્ટર ખાતે તેમના જુના કપડા, જુના પુસ્તકો, જુના રમકડાં તેમજ જુના બુટ-ચપ્પલનું ડોનેશન કરી શકશે.આ મુહીમમાં મોરબી શહેરના મહત્તમ નાગરિકો ભાગ લે- તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.