મોરબીમાં કલેકટર કચેરી સહિતની સરકારી ઓફિસો પાસે પોલીસની હેલ્મેટ ડ્રાઇવ
મોરબીના મકનસર ગામે પરણીતાને મરવા મજબુર કરવાના કેસમાં પતિ-જેઠની ધરપકડ
SHARE








મોરબીના મકનસર ગામે પરણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ-જેઠની ધરપકડ
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતા દ્વારા તેના જમાઈ સહિત બે શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે બંને આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેવસર ગામના રહેવાસી ભગવાનજીભાઈ મૂળાજીભાઈ દવે (59) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કિશનભાઇ મુળાજીભાઈ જોશી અને તેની દીકરીના જેઠ હામથાજી મુળાજી જોશી રહે. બંને પ્રેમજીનગર મકનસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓ તેની દીકરી રસીલા ઉર્ફે જયશ્રીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર ફરિયાદીની દીકરીને તેના પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો તેમજ જેઠ હામથાજીએ ફરિયાદીની દીકરી સાથે ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી દુઃખ ત્રાસથી કંટાળીને ફરિયાદીની દીકરીએ ગત તા. 7/2 ના રોજ પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં કિશનભાઇ મોરાભાઈ જોશી (30) અને તેની દીકરીના જેઠ હેમતોભાઈ ઉર્ફે હામથાજી મોરાભાઈ જોશી (44) રહે. બંને પ્રેમજીનગર મકનસર વાળાની ધરપકડ કરેલ હતી અને તે બંને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
