મોરબીમાં કલેકટર કચેરી સહિતની સરકારી ઓફિસો પાસે પોલીસની હેલ્મેટ ડ્રાઇવ
SHARE






મોરબીમાં કલેકટર કચેરી સહિતની સરકારી ઓફિસો પાસે પોલીસની હેલ્મેટ ડ્રાઇવ
રાજ્ય સરકારની કચેરીમાં કામે આવતા અધિકારી અને કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તે માટે રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે આજે મોરબી કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીમાં આવતા કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે છે કે નહીં અને ટ્રાફિકના નિયમોનો અમલવારી કરે છે કે નહીં તે ચેક કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર કર્મચારીઓની સામે દંડ વસૂલ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં અકસ્માતોને નિવારવા માટે સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગ રૂપે ઘણી વખત વાહન ચાલકોની સામે કાર્યવાહી કરીને દંડ લેવામાં આવે છે તો પણ લોકો હેલ્મેટ પહેરતા નહીં ત્યારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફરજીયાત હેલ્મેટ પહેરે તે માટે રાજ્યના પોલીસ વડાએ આદેશ કર્યો હતો જેથી કરીને રાજ્યભરમાં સરકારી કચેરીઓ પાસે હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ કલેક્ટર કચેરી, એસપી કચેરી અને જિલ્લા પંચાયત પાસે હેલ્મેટ ડ્રાઇવ કરવામાં આવી હતી ત્યારે ઘણા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર લઈને આવ્યા હતા જેથી તેની પાસેથી 500-500 દંડ લેવામાં આવ્યો હતો અને આ તકે જે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવેલ હતા તેને ફૂલ આપીને સન્માનીત કર્યા હતા.

