મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 10 કિલો કોપર વાયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











મોરબી નજીકથી 10 કિલો કોપર વાયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાના પાસેથી કોપર વાયરનો જથ્થો ભરેલા બાચકા સાથે એક શખ્સ મળી આવેલ હતો જેથી પોલીસે 10 કિલો કોપર વાયરનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કરીને એક શખ્સને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આકૃતિ સીરામીક પાસેથી કોપર વાયરનો જથ્થો ભરેલ બાચકા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેનું પોલીસે નામ પૂછતા તેણે પોતાનું નામ રવિ ભાવેશભાઈ વાઘેલા રહે. હાલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાછળ મોરબી મૂળ રહે. આંબેડકરનગર થાનગઢ વાળો હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી 10 કિલો કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે 6000 રૂપિયાની કિંમતનો કોપર વાયરનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો અને આ અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી જતાં સારવારમાં

મોરબી તાલુકાના ગીડચ ગામે રહેતી જ્યોતિબેન મુકેશભાઈ (18) નામની યુવતીએ વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર મેન રોડ ઉપર કેનાલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીએ રહેતા રંજનબેન પ્રદીપભાઈ પરમાર (25) નામની મહિલા બાઇકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ફ્રેકચર જેવી ઇજા થયેલ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News