મોરબીમાં વ્યાજે આપેલા રૂપિયાનું વ્યાજ કે મુદત પાછું ન આપતા ટેન્શનમાં આવી ગયેલ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE






મોરબીમાં વ્યાજે આપેલા રૂપિયાનું વ્યાજ કે મુદત પાછું ન આપતા ટેન્શનમાં આવી ગયેલ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના તથા તેના ભાઈના રૂપિયા એક વ્યક્તિને વ્યાજે આપ્યા હતા અને તે વ્યક્તિ વ્યાજ કે મુદ્દલની રકમ આપતો ન હતો જેથી ટેન્શનમાં આવી ગયેલ યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શાંતિવન સ્કૂલ પાસે રણછોડનગરમાં રહેતા સમીર અબ્દુલભાઈ શેખ (29) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવ અંગેની આગળની તપાસ બી.કે. દેથા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી જાણવા મળેલી વિગત પ્રમાણે સમીરભાઈ શેખના પરિવારજનના કહેવા મુજબ તેણે પોતાના 40,000, તેના ભાઈના 50000 રૂપિયા અને અન્ય વ્યક્તિના 10000 રૂપિયા આમ કુલ મળીને 1,00,000 રાજુભાઈ કોળી નામના વ્યક્તિને વ્યાજે આપ્યા હતા અને જેની સામે દરરોજના 2,100 રૂપિયા વ્યાજના રાજુભાઈ કોળીએ આપવાના હતા જો કે, રાજુભાઈ કોળી વ્યાજ કે મુદ્દલના રૂપિયા આપતા ન હોવાથી ટેન્શનમાં આવી જઈને સમીરભાઈ શેખે આ પગલું ભર્યું છે જે અંગેની બી ડિવિઝન પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાળક સારવારમાં
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રજનીભાઈ ગડેશીયા ના 10 વર્ષના દીકરા ભવ્યને ઘર નજીક કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાળકને ઇજાઓ થયેલ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નવઘણભાઈ માત્રાભાઇ ભરવાડ (48) નામના યુવાને ને કાનની પાછળના ભાગે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


