મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં


SHARE











મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસેસ આવેલ પેપર મીલમાં યુવાન ભૂલથી એસીડ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ પનામા પેપરમીલ ખાતે રહેતા દીપકભાઈ શિવપુજકભાઈ (23) નામનો યુવાન ભૂલથી પોતાના ઘરે એસિડ પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં બે યુવાનને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર બેલા પાસે પેટ્રોલ પંપ સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં નંદકુમારભાઈ રામુભાઈ (33) અને અરૂણભાઇ રામાભાઇ (30) રહે. બંને રફાળેશ્વર વાળાને ઇજાઓ થયેલ હોવાથી બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા જીગાભાઈ અમરશીભાઈ ડાભી (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News