મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં
SHARE






મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી તાલુકાના જેતપર ગામે પાણીના ટાંકા પાસે છોકરાઓ ધૂળેટી રમતા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે બાળકને હડફેટે લેતા તેને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે ધુળેટીના દિવસે ઠેર ઠેર બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો ધુળેટીના પર્વની ઉજવણી કરતા હતા ત્યારે મોરબી તાલુકાના જેતપર ગામે પાણીના ટાંકા પાસે છોકરાઓ ધુળેટી રમતા હતા ત્યારે સંતોલીયા ગોપાલ વિપુલભાઈ (9) નામના બાળકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા તેના જમણા પગમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને આ બાળકને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એન.જે. ખડિયા દ્વારા કરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ મેહુલ પોલીટેક નામના કારખાનામાં મારા મારી થયેલ હતી જેમાં ત્યાં રહેતા ખગેશકુમાર મહેન્દ્રસિંહ (32) તથા સોનુભાઈ રામશંકર (17) નામના બે યુવાનને ઈજા થયેલ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીની લીલાપર ચોકડી પાસેથી મૂળ ઓરિસાનો રહેવાસી પાંડબ સુરેન્દ્ર મારપછી (27) નામનો યુવાન પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને ઠોકર મારી હતી જેથી તે યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા તેને જમણા હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


