મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન


SHARE











મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું  આયોજન

મોરબીનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં સુપ્રીમો પી.ડી.કાંજીયાની પ્રેરણાથી નવયુગ કોલેજમાં    ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે અનેક નેશનલ અને મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા  કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોરબીની નવયુગ કોલેજમાં BBA, MBA જેવા પ્રોફેશનલ કોર્ષની સાથે કુલ દસ વિવિધ કોર્ષિસ ચાલે છે જેમાં ફાઇનલ યરમાં ભણતાં સ્ટુડન્ટ્સ માટે નવયુગ કોલેજના કરિયર એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં મોરબીની અનેક નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાંની સાથે જ જોબ ઓપર્ચ્યુંનીટી પૂરી પાડી હતી. આ પ્રસંગે નવયુગ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા, કેમ્પસ ડાયરેકટર રાવલભાઇ, કોલેજના પ્રિન્સીપાલ વોરાભાઇ અને નિલેશ મીરાણી હજાર રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. નવયુગ કોલેજમાં જોબ પ્લેસમેન્ટ માટે કોલેજના પ્રોફેસર બ્રિજેશ બરાસરાનો (8511998697) સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News