મોરબીના લીલાપર રોડે કમિશનરની હાજરીમાં ગેરકાયદે દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં સોશ્યલ મિડીયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ
SHARE









મોરબીમાં સોશ્યલ મિડીયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ
મોરબીમાં રહેતા પરિવારની સગીરાનો સોશ્યલ મિડીયાથી સંપર્ક થયો હતો ત્યારે બાદ તેના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ કરીને સગીરાની સગાઈ તોડાવી હતી અને પછી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપીને પકડીને રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સગીરા સાથે દુષ્કર્મ, પોકસો, અપહરણ, આઇટી એક્ટ તથા ધમકી આપી શોષણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, લખધીરપુર ગામે રહેતા આરોપી અંકીત રાજેશભાઈ ડાભીએ ફરિયાદીની સગીર દીકરીનો ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ સગીરાનો સંપર્ક કર્યો હતો અને સગીરાના ફોટોને વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું હતું, આટલું જ નહીં સગીરાની સગાઈ પણ ફોટો વાઇરલ કરીને તોડવી નાખેલ હતી.
વધુમાં મળી રહેલ માહિતી મુજબ આરોપીએ ઇન્સ્ટાગ્રામથી સગીરાની સાથે મિત્રતા કરીને તેના ફોટા મેળવી, એડિટ કરીને તેનો દુરુપયોગ કર્યો હતો. અને આ બાબતે સગીરાના માતા-પિતાએ આરોપીના પિતાને વાત કરી હતી જેથી તેમણે માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાનો વિશ્વાસ આપ્યો હતો. દરમ્યાન સગીરાની સગાઈ કરવામાં આવી હતી જેથી આરોપી અંકિત દ્વારા સગીરાના ફોટા સામાપક્ષ વાળાને દેખાડી વાયરલ કર્યા હતા અને તેની સગાઈ તોડાવી હતી.
ઉલેખનીય છે કે, છેલ્લા છ મહિનાથી આરોપી અંકીત ફરિયાદીની દીકરીનું શોષણ કરતો હતો અને ગમે ત્યાં અટકાવી ધમકી આપતો તેમજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. ગત સપ્ટેમ્બર 2024 માં મોરબીમાં અવની ચોકડી પાસે સગીરાને અટકાવી પોતાના મોટર સાયકલ ઉપર પાનેલી ગામે વાડીમાં લઈ જઈ સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ ઓક્ટોબર 2024 માં ધમકી આપી રાજકોટ લઈ ગયો હતો અને ત્યાં આરોપીનો ભાઈ પ્રદીપ પણ હાજર હતો અને તેણે બંનેના સાથે ફોટા પાડ્યા હતા.
ત્યાર બાદ ગત 29 જાન્યુઆરીના રોજ અંકીત ભોગ બનેલ સગીરાને ધમકાવીને હળવદ લઈ ગયો હતો અને ત્યાર બાદ મોરબી કેસર બાગમાં આવ્યા હતા અને ત્યાં ફોટા લેવામાં આવ્યા હતા જે ફોટો અંકીતે સગીરાની સગાઈ થઈ તે ગામના લોકો સુધી પહોંચાડીને વાયરલ કરી સગીરાની સગાઈ તોડાવી હતી. જેથી સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી અંકિત રાજેશભાઇ ડાભી રહે. લખધીરપુર તા.જી.મોરબી ની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
