ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન


SHARE







































મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર ખાનગી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં લખધીરવાસ ચોક પાસે થઈ રહેલા ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી ન હતી જે અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરવામાં આવતા મહાપાલિકાની ટીમ દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

મોરબી મહાપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રહેણાંક, કોમર્શિયલ અને બહુમાળી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના લખધીરવાસ ચોક પાસે બળદેવભાઈ વીડજા નામના વ્યક્તિ દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્થાનિક લોકોમાંથી કોઈએ આ બહુમાળી બાંધકામ ગેરકાયદેસર મંજૂરી વગર થતું હોવા અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરી હતી જેને ધ્યાનમાં રાખીને મહાપાલિકાની ટીમ દ્વારા એક મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેના દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને દૂર કરવામાં આવ્યુ ન હતુ જેથી કરીને આજે મહાપાલિકાનું બુલડોઝર લખધીરવાસ ચોકમાં પહોંચ્યું હતું અને ત્યાં આસામી દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામમાં માર્જિનની જગ્યા ઉપર કરેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં મહાનગરપાલિકાના ઇજનેર વિનય ગાયકવાડએ જણાવ્યું હતું કે રોડની પહોળાઈ મુજબ બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે અને જે જગ્યા ઉપર હાલમાં ડિમોલેશન કરવામાં આવી છે ત્યાં ચાર માળથી વધુની બાંધકામની મંજૂરી મળી શકશે નહીં
















Latest News