મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાએ એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 257 આસામીને ફટકારી નોટીસ, 34 મિલકત સીલ


SHARE











મોરબી મહાપાલિકાએ એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 257 આસામીને ફટકારી નોટીસ, 34 મિલકત સીલ

મોરબી મહાપાલિકા દ્વારા બાકીદારો પાસેથી વેરો વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જેનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 257 આસામીઓને તા. 1 જાન્યુઆરીથી 20 માર્ચ સુધીમાં વેરો ભરવા માટે વોરંટ બજવણી કરી હતી જેમાંથી 99 આસામીઓ તેનો વેરો ભરી ગયેલ છે અને બાકીના આસામીઓમાંથી વેરો વસૂલ કરવા માટે 8 સ્થળે પાણી કનેક્શન કટ કરેલ છે અને 34 આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી છે.

વધુમાં મહાપાલિકાના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ 75 હજારથી 1 લાખ સુધીનો વેરો બાકી હોય તેવા 144 આસામીઓને વોરંટની બજવણી કરવામાં આવી હતી જેમાંથી 69 આસામીઓ દ્વારા તેનો બાકી વેરો ભરવામાં આવેલ છે અને બીજા બાકીદારોમાં 50 થી 75 હજાર સુધીનો વેરો બાકી છે તેવા 273 આસામીઓને વોરંટની બજવણી કરેલ છે જેમાંથી 94 આસામીઓએ વેરો જમા કરાવેલ છે. અને હવે 10 થી 50 હજાર સુધીનો વેરો જેમનો બાકી છે તેવા આસામીઓને નોટિસ આપવામાં આવશે. જેથી કરીને જે આસામીઓનો વેરો બાકી હોય તેવા લોકોને તાત્કાલિક વેરો ભરવા માટે મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છે.






Latest News