મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

માર્ચ એંડિંગની અસર: મોરબી મહાપાલિકામાં સર્વર સાથ ન આપતા રાત્રિના 11 વાગ્યા સુધી વેરો સ્વીકારવાનું શરૂ


SHARE











માર્ચ એંડિંગની અસર: મોરબી મહાપાલિકામાં સર્વર સાથ ન આપતા રાત્રિના 11 વાગ્યા સુધી વેરો સ્વીકારવાનું શરૂ

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં છે ત્યારે મોટાભાગના આસામીઓ પોતાનો બાકી મિલકત વેરો ભરવા માટે મહાપાલિકા કચેરીએ પહોંચે છે પરંતુ ત્યાં સર્વરના ધાંધીયા હોવાના કારણે લોકો વેરો ભરી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેથી કરીને મહાપાલિકા દ્વારા વેરો વસૂલવા માટેની કામગીરીનો સમય લંબાવવામાં આવ્યો છે અને રાત્રિના 11 વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ વેરો ભરવા માટે આવે તો તેનો વેરો મહાપાલિકા ખાતે સ્વીકારવામાં આવે છે

મોરબી મહાપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે થઈને હાલમાં વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. અને જે આસામીઓનો વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલ કરવા માટે થઈને મિલકતો સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે જોકે ગુજરાતીમાં કહેવત છે કે દશેરાએ ઘોડું ન દોડીયુ તેને મહાપાલિકાનો ટેક્સ વિભાગ સાર્થક કરતો હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે કારણ કે બાકીદારોને નોટિસો આપીને તેનો વેરો ભરવા માટે થઈને તાકીદ કરવામાં આવે છે અને મિલકતો સીલ કરવામાં આવે છે. પરંતુ જ્યારે બાકીદારો તેના મિલકત વેરો ભરવા માટે થઈને મહાપાલિકા કચેરીએ પહોંચે છે ત્યારે સર્વરના ધાંધિયા હોવાના કારણે તેઓ મિલકત વેરો જમા કરાવી શકતા નથી અને વેરો ભરવા માટે તેને ધક્કા ખાવા પડે છે

છેલ્લા થોડા દિવસોથી સર્વરના ધાંધિયા હોવાની વાતને મહાપાલિકાના અધિકારી અને કર્મચારી પણ સ્વીકાર કરી રહ્યા છે. જોકે મોરબીના લોકોને મિલકત વેરો ભરવા માટે તેને વધુ હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે થઈને વેરો ભરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે ઉલેખનીય છે કે, દર વર્ષે માર્ચ મહિનામાં સર્વરના ધાંધીયા હોવાના કારણે લોકોને મિલકત વેરો ભરવા માટે થઈને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે થઈને હાલમાં વેરા વસુલાતના સમયમાં વધારો કર્યો છે જેથી વેરો ભરવા માટે આવતા લોકોને થોડી રાહત થયેલ છે.

મહાનગરપાલિકાના વેરા વિભાગના ક્લાર્ક સંદીપભાઈ પટેલને જણાવ્યા મુજબ સવારે 10:30 વાગ્યાથી વેરાની વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાર 2:30થી 3:00 સુધી રિસેસ હોય છે અને સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય રીતે વેરો લેવામાં આવતો હોય છે જોકે લોકોની હાલાકીને ધ્યાનમાં રાખીને હવેથી નાણાકીય વર્ષના અંત સુધી સાંજના 6:00 થી લઈને રાતના 8:00 વાગ્યા સુધી અને એક કલાકની રિસેસ પછી 9:00 થી 11:00 વાગ્યા સુધી લોકો મહાપાલિકા કચેરી ખાતે આવીને તેનો મિલકત વેરો ભરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે






Latest News