મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત


SHARE







મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા માતા-પિતાની નજર સામે માસૂમ દીકરીનું મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી દંપતી તેની દીકરી સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દંપતીને ઈજા થઈ હતી અને તેની બાળકીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વેજીટેબલ રોડ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા પીન્ટુભાઇ ચનાભાઈ પરમાર (30) તેના પત્ની અસ્મિતાબેન પીન્ટુભાઇ પરમાર (29) અને તેની દીકરી આયુષી પીન્ટુભાઇ પરમાર (8) ગઈ કાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને ડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં પીન્ટુભાઇની આઠ વર્ષની દીકરી આયુષીને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને પીન્ટુભાઇ પરમાર તથા તેના પત્નીને ઇજાઓ થયેલ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પરિવારજનની ફરિયાદ લેવા માટે તેને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા રીનાબેન રમેશભાઈ ચૌહાણ (30) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી નજીક આવેલ હિલટોપ સીરામીક કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં રાહુલ મુકેશભાઈ દેગામા (21), મિતુલ મનસુખભાઈ જારીયા (25) અને કુલદીપ જયસુખ ભોરણીયા (25) નામના ત્રણ યુવાનોને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News