મોરબીમાંથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલ અજાણ્યા વૃદ્ધનું મોત
મોરબી સહિત રાજ્યના ૮ જિલ્લાની કોર્ટમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: મંત્રી ઋષિકેશ પટેલ
SHARE







મોરબી સહિત રાજ્યના ૮ જિલ્લાની કોર્ટમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: મંત્રી ઋષિકેશ પટેલ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
મંત્રએ કહ્યું હતું કે, ગુજરાતમાં વકીલાત કરતા વકીલોની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેમના હિત માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિષદમાં એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તેમના માટે કાર્ટ પરિષદમાં જ એક અલાયદા બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે. જે અંતર્ગત જામનગરમાં ૩૨.૪૦ કરોડ, ગાંધીનગરમાં ૭.૨૦ કરોડ, ભાવનગરમાં ૧૪.૪૩ કરોડ, મોરબીમાં ૭.૭૮ કરોડ, મહિસાગર-લુણાવાડામાં ૧.૫૪ કરોડ, નડિયાદ- ખેડામાં ૯.૮૨ કરોડ, આણંદ-બોરસદમાં ૩.૨૩ કરોડ તથા છોટા ઉદેપુરમાં ૫.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
